સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલમાંથી ધર્મ વિશેષ સંબંધિત જોગવાઈ હટાવવી જોઈએ. 
phpThumb_generated_thumbnail_(7)-1375.jpeg
December 09,2019 63

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલમાંથી ધર્મ વિશેષ સંબંધિત જોગવાઈ હટાવવી જોઈએ.

દિલ્હી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ રજૂ કરશે. કેન્દ્રિય મંત્રીમંડળે બુધવારે જ આ બિલને મંજૂરી આપી દીધી હતી. ભાજપ પાસે લોકસભામાં બિલ પસાર કરવા પૂરતી સંખ્યા છે, જ્યારે કોંગ્રેસ, તૃણમૂલ, સપા, આરજેડી અને ડાબેરી પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. વિપક્ષો આ બિલને ધાર્મિક ભેદભાવયુક્ત અને બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધનું ગણાવી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ અને પૂર્વ વિદેશ રાજ્ય મંત્રી શશી થરૂરે કહ્યું છે કે, આ બિલ પસાર થવાનો અર્થ મહાત્મા ગાંધીના વિચારો પર ઝીણાની જીત બરાબર છે. ધર્મના આધારે નાગરિકતા આપવાથી ભારત ‘હિંદુ પાકિસ્તાન’ બની જશે. સીપીઆઈના સીતારામ યેચુરીએ રવિવારે કહ્યું કે, અમે બિલમાં વધુ સંશોધન થાય એવું ઈચ્છીએ છીએ. તેમાંથી ધર્મ વિશેષ સંબંધિત જોગવાઈ હટાવવી જોઈએ.
નોંધનીય છે કે, આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો પ્રસ્તાવ છે.

Top