મોદીએ કહ્યું, પોલીસને પોતાની ફરજ પ્રત્યે શંકા થાય તો,પોતાના આદર્શોને યાદ કરવા જોઈએ 
aditay

phpThumb_generated_thumbnail_(6)-1374.jpeg
December 09,2019 71

મોદીએ કહ્યું, પોલીસને પોતાની ફરજ પ્રત્યે શંકા થાય તો,પોતાના આદર્શોને યાદ કરવા જોઈએ

પુના,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે DG-IG કોન્ફોરન્સમાં કહ્યું કે મહિલાઓને સુરક્ષિત હોવાનો અનુભવ કરાવવા માટે પોલીસે પ્રભાવી રીતે કામ કરવું પડશે. તેમણે કહ્યું કે પોલીસ અધિકારીઓએ દરેક સમયે પોતાની છબી સુધારવા માટે કામ કરવું જોઈએ, જેથી સમાજના દરેક વર્ગમાં વિશ્વાસ પેદા થાય, ખાસ કરીને બાળકો અને મહિલાઓમાં. વડાપ્રધાનનું આ નિવેદન એવા સંજોગોમાં આવ્યું છે કે જ્યારે મહિલા અપરાધો સતત વધી રહ્યાં છે અને તેના પગલે લોકોમાં પણ આક્રોશ છે.મોદીએ કહ્યું કે સક્રિય પોલીસિંગ સુનિશ્ચિત કરવામાં ટેકનીક એ ખૂબ ઉપયોગી સાધન છે. તેનાથી સામાન્ય માણસોની પ્રતિક્રિયાઓ પણ એકત્રિત કરી શકાય છે. જોકે તેમણે એ વાત કહી કે જ્યારે પોલીસ કર્મચારીઓમાં શંકાની સ્થિતિ સર્જાય તો, તેમણે પોતાના આદર્શો અને તે ભાવનાને યાદ કરવી જોઈએ, જેને લઈને તેઓ સિવિલ સેવાની પરીક્ષામાં બેઠા હતા. પોલીસે હમેશાં દેશના હિતમાં કામ કરવું જોઈએ, જેથી સમાજના સૌથી નબળા અને ગરીબ વર્ગનું કલ્યાણ કરી શકાય.મોદીએ સરકારની એક્ટ ઈસ્ટ પોલીસી પર પણ વાત કરી. તેમણે પૂર્વોતર રાજ્યોના પોલીસ મહાનિર્દેશકો(DGP)ને વિકાસના કાર્યો માટે અનુકુળ સ્થિતિ બનાવવા માટે વધુ પ્રયત્નો કરવા માટે જણાવ્યું હતું. વડાપ્રધાને દેશમાં શાંતિ અને સામાન્ય સ્થતિ જાળવી રાખવા બદલ પોલીસની પ્રશંસા પણ કરી હતી. તેમણે અપીલ કરી કે પોલીસ વિભાગ કોન્ફોરન્સની ભાવનાને નાના-નાના પોલીસ સ્ટેશન સુધી લઈ જાય.

Top