શંકા ન થયા તે માટે દુષ્કર્મ આરોપી પોતે છોકરીને હોસ્પિટલ લઈ ગયો 
images-1373.jpg
December 09,2019 107

શંકા ન થયા તે માટે દુષ્કર્મ આરોપી પોતે છોકરીને હોસ્પિટલ લઈ ગયો

બિહારમાં મુઝફ્ફરપુરમાં એક પ્રોપર્ટી ડીલરના દીકરાએ ઘરમાં ઘૂસીને છોકરી સાથે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમાં સફળતા ન મળતા તેને છોકરીને કેરોસીન નાખીને સળગાવી દીધી હતી. 85 ટકા બર્ન છોકરીને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. છોકરી કોમામાં છે. ડોક્ટર્સે જણાવ્યું છે કે, છોકરીની બચવાની શક્યતા ખૂબ ઓછી છે. પોલીસે આરોપી રાજા રાયની ધરપકડ કરી લીધી છે.પીડિતાની માતાએ જણાવ્યું કે, આરોપી 3 વર્ષથી યુવતીને પરેશાન કરતો હતો. તેઓ 5 વખત અહિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા પરંતુ પોલીસે ફરિયાદ જ લખી નહતી. ગઈ છઠના દિવસે આરોપીએ ઘરમાં ઘૂસીને યુવતી સાથે છેડતી કરી હતી. તેની ફરિયાદ પણ પોલીસે નોંધી નહતી. આરોપીના ડરથી યુવતીએ ટ્યૂશન જવાનું પણ બંધ કરી દીધુ હતું.પીડિતની માતાએ જણાવ્યું કે, નાઈટ ડ્યૂટી હોવાના કારણે શનિવારે સાંજે સાડા પાંચ વાગે તેઓ કટરા પીએચસી જતા રહ્યા હતા. ઘરમાં નાની દીકરી (જેને જીવતી સળગાવી) એકલી હતી. તે દરમિયાન તે જ સોસાયટીમાં રહેતી બીજી દીકરીની પુત્રી (પૌત્રી)એ કોલ કરીને જણાવ્યું કે, રાજા ઘરમાં ઘૂસ્યો છે અને માસી સાથે મારઝૂડ કરે છે. રાત થઈ ગઈ હોવાથી કટરાથી પરત આવવાનું કોઈ સાધન પણ નહતું મળતું. થોડી વાર પછી જ પૌત્રીનો ફરી ફોન આવ્યો કે, રાજાએ માસીને સળગાવી દીધી.પીડિતના ભાઈએ જણાવ્યું કે, આરોપીએ તેના સાથીઓ સાથે પૂરા પ્લાનિંગથી તેની બહેનને સળગાવ્યા પછી એક ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો. જેથી લોકોને લાગે કે ઘટનામાં તેનો હાથ નથી. તેનાથી આરોપીનો બચાવ થઈ શકે. આરોપીએ તેને એવી હોસ્પિટલમાં દાખલ કરાવી છે જ્યાં બર્ન કેસની સારવારની કોઈ વ્યવસ્થા જ નથી.

Top