15 સીટોની પેટાચૂંટણીના પરિણામ:કર્ણાટકમાં સીટોનું ગણીત 
phpThumb_generated_thumbnail_(5)-1372.jpeg
December 09,2019 73

15 સીટોની પેટાચૂંટણીના પરિણામ:કર્ણાટકમાં સીટોનું ગણીત

બેંગલુરુ, કર્ણાટકની 15 વિધાનસભા સીટ પર 5 ડિસેમ્બરે પેટાચૂંટણી થઈ હતી જેના આજે પરિણામ જાહેર કરાશે. મતગણતરી 8 વાગે શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીના પરિણામ ભાજપ માટે ખૂબ મહત્વના માનવામાં આવે છે. કારણકે સત્તા બચાવવા માટે આ ચૂંટણી પરિણામમાં ભાજપને 6 સીટ મળવી ખૂબ જરૂરી છે. કર્ણાટકની 224 વિધાનસભા સીટોમાં 17 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા પછી 207 સીટ બાકી હતી. આ પ્રમાણે બહુમતી માટે 104 સીટની જરૂર હતી. ત્યારપછી ભાજપને એક અપક્ષની મદદથી સરકાર બનાવી હતી. પરંતુ પેટાચૂંટણી થયા પછી કુલ 222 સીટ થાય છે. આ સ્થિતિમાં બહુમત માટે કુલ 111 સીટ જોઈએ. આમ, ભાજપને સત્તામાં રહેવા માટે ઓછામાં ઓછી 6 સીટો મળવી જરૂરી છે.મહારાષ્ટ્રમાં જે સ્થિતિ થઈ તે પછી પેટાચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ થઈ ગયો છે. જ્યારે કોંગ્રેસ માટે સત્તા પરત મેળવવાનો અને જેડીએસ માટે કિંગ મેકર બનવાનો મોકો છે. કોંગ્રેસ અને જેડીએસએ વિધાનસભા ચૂંટણી અલગ અલગ લડી હતી. ત્યારપછી ગઠબંધન સરકારમાં કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા.ભાજપે પાર્ટીમાં સામેલ થયેલા 15 બળવાખોર ધારાસભ્યોમાંથી 13ને પેટા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હોસકોટે સીટ પર શરથ બચેગૌડા ભાજપથી અલગ થઈને અપક્ષમાં ચૂંટણી લડી રહ્યા છે. અહીં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય એમટીબી નાગરાજને ટિકિટ આપી છે. મૈસુરની હુંસુર સીટ પર જેડીએસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ એએચ વિશ્વનાથને ઉતાર્યા છે. આ સીટ જેડીએસનો ગઢ રહી છે. જેડીએસએ ભાજપને બહારથી સમર્થનનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. પરંતુ વધારે શક્યતાઓ કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ફરી તાલમેલની છે.કોંગ્રેસ અને જેડીએસના17 ધારાસભ્યોએ તે સમયના મુખ્યમંત્રી કુમારસ્વામીના ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામું આપી દીધું હતું. તે સમયના સ્પીકર કેઆર રમેશ કુમારે રાજીનામું ન સ્વીકારીને દરેક ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા. તેથી 15 સીટો પર પેટા ચૂંટણી થઈ રહી છે. બે સીટ મસ્કી અને રાજરાજેશ્વરી નગરનો કેસ કર્ણાટક હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેથી અહીં અત્યારે ચૂંટણી નથી થઈ રહી.કર્ણાટક વિધાનસભામાં કુલ 224 સીટ છે. 17 ધારાસભઅયોને અયોગ્ય જાહેર કર્યા પછી વિધાનસભા સીટ 207 થઈ ગઈ છે. આ પ્રમાણે બહુમતી માટે 104 સીટની જરૂર હતી. ભાજપે (105) અને એક અપક્ષના સમર્થનથી સરકાર બનાવી લીધી છે. 15 સીટ પર પેટા ચૂંટણી થયા પછી 222 સીટ થઈ જશે. આ સ્થિતિમાં બહુમતી માટે આંકડો 111 થશે. ભાજપને સત્તામાં રહેવા માટે ઓછામાં ઓછી 15માંથી 6 સીટની જરૂર છે.

Top