ગુજરાતના નાણાં સચિવ પદે પંકજ જોશીની નિમણૂંક 
aditay

phpThumb_generated_thumbnail_(2)-1370.jpeg
December 07,2019 116

ગુજરાતના નાણાં સચિવ પદે પંકજ જોશીની નિમણૂંક

અમદાવાદ, હાલ ગુજરાતના IAS અધિકારીઓની બઢતી અને બદલીની પ્રક્રિયાઓ ચાલી રહી છે. જ્યારે આજે ACS પંકજ જોશીને રાજ્યના નાણાં વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.તેમજ એનર્જી અને પેટ્રોકેમિકલ્સનો વધારાનો હવાલો ચાલુ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમને ACS અરવિંદ અગ્રવાલને સ્થાને મુકવામાં આવ્યા છે. ગઈકાલે જ અરવિંદ અગ્રવાલની જીએસએફસીના એમડી અને ચેરમેન તરીકે બદલી કરવામાં આવી હતી.આ પહેલા ગઈકાલે રાજ્યના 1988 અને 1989ની બેચના 4 IAS અધિકારીઓને અગ્ર સચિવ પદેથી બઢતી આપી અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા. જે અગ્ર સચિવોને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે તેમાં અનિતા કરવલ (1988 બેચ,ચેરપર્સન CBSE), સંજય નંદન (1988 બેચ) એમ.ડી. ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન, અનુરાધા મલ(1988 બેચ) CEO જી.એસ.ડી.એમ.,ગાંધીનગર, પંકજ જોશી (1989 બેચ )અગ્ર સચિવ ઊર્જાને અધિક મુખ્ય સચિવ પદે બઢતી આપવામાં આવી છે.

Top