આજે ઝારખંડમાં 260 ઉમેદવારોનું ભાવિ પેટીમાં બંધ થશે. 
aditay

content_image_f747c5cb-6d3c-43e1-8893-d6362c04f696-1367.jpeg
December 06,2019 147

આજે ઝારખંડમાં 260 ઉમેદવારોનું ભાવિ પેટીમાં બંધ થશે.

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો આજે સવારે આરંભ થયો હતો.આજે જેમનું ભાવિ મતપેટીમાં સીલ થવાનું છે એવા ઉમેદવારોમાં ઓછામાં ઓછા 67 ઉમેદવારો દાગી એટલે કે ગુનેગાર હોવાની માહિતી  મળી હતી.નિરીક્ષકો માને છે કે ઝારખંડમાં ભાજપ માટે કપરાં ચઢાણ છે. ખાસ કરીને ભાજપની જ આંતરિક ખેંચતાણ ભાજપને ભારે પડે એમ છે. ચૂંટણી જીતવા માટે ગુનેગારો અથવા શ્રીમંતોની મદદ લેવામાં કોઇ કહેતાં કોઇ પક્ષ બાકાત રહ્યો નથી એવું તારણ નિરીક્ષકો અને મિડિયાએ કાઢ્યું હતું.આજે 260 ઉમેદવારોનું ભાવિ પેટીમાં બંધ થશે. આમ તો ઝારખંડ ગરીબ  રાજ્ય ગણાય છે પરંતુ આજે જેમનું ભાવિ ઘડાવાનું છે એમાંના મોટા ભાગના ઉમેદવારોએ ઉમેદવારી પત્રકમાં પોતાની સરેરાશ સંપત્તિ 71 લાખ 68 હજારની જણાવી હતી.સ્વચ્છ અને સેવાધારી ઉમેદવારો અહીં મળવા મુશ્કેલ છે. દરેકને વધુ સંપત્તિ મેળવવા માટે રાજકારણમાં આવવું છે અને સત્તા કબજે કરવી છે.  

Top