દેશભરના પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયતા ડેસ્ક સ્થાપિત થશે 
phpThumb_generated_thumbnail_(3)-1366.jpeg
December 06,2019 26

દેશભરના પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયતા ડેસ્ક સ્થાપિત થશે

નવી દિલ્હી, ગૃહમંત્રાલય ગુરુવારે દેશભરના પોલીસ સ્ટેશનમાં મહિલાની મદદ માટે ડેસ્ક બનાવવ માટે નિર્ભયા ફંડ હેઠળ 100 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે.આ આ ફંડનો ઉપયોગ પોલીસ સ્ટેશનમાં મહિલાઓ માટેની સુવિધા વ્યવસ્થા કરાવવાનો છે. આ હેઠળ પોલીસ સ્ટેશનમાં મદદ માટે આવનારી દરેક મહિલાની વાત પ્રાથમિકતાથી સાંભળવામાં આવશે.આ ડેસ્ક પર શરૂઆતમાં મહિલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે, જેનાથી પોલીસ સ્ટેશનમાં મદદ માટે જનારી દરેક મહિલા પોતાની વાત સરળતાથી મુકી શકશે. અહીં તહેનાત રહેનારી મહિલા અધિકારીઓને સ્પેશ્યલ ટ્રેનિંગ આપવામાં આવશે જેથી તે મહિલાઓ, પીડિત પ્રત્યે સહાનુભૂતિ આપી શકે. આ પ્રક્રિયામાં સામેલ પેનલમાં મનોચિકિત્સક, વકીલ, એનજીઓના લોકો હશે જે પીડિતની મદદ કરશે.

Top