૯૭ મીટરની ઉલ્કા પિંડ પૃથ્વીથી આશરે 5.44 મિલિયન કિમી અંતરેથી પસાર થશે 
phpThumb_generated_thumbnail_(1)-1364.jpeg
December 06,2019 82

૯૭ મીટરની ઉલ્કા પિંડ પૃથ્વીથી આશરે 5.44 મિલિયન કિમી અંતરેથી પસાર થશે

 આવતીકાલે પૃથ્વીની નજીક એક ખાસ ખગોળીય ઘટના બનશે. આવતીકાલ એટલે કે 7મી ડિસેમ્બરની રાત્રે આશરે 2.30 વાગે એક ઉલ્કાપિંડ પૃથ્વની નજીકથી આશરે 16,800 માઇલ પ્રતિ કલાકની ઝડપથી પસાર થશે. આ ઉલ્કા પિંડને 2019WR3 નામ આપવામાં આવ્યું છે.આ ઉલ્કાપિંડ આશરે 97 મીટર મોટી છે એટલે કે તે પાંચ બસો એક પાછળ એક રાખવામાં આવે એટલુ મોટુ કદ હશે. તે પૃથ્વીથી આશરે 3.38 મિલિયન માઇલ (આશરે 5.44 મિલિયન કિમી)ના અંતરે હશે. અલબત તે પૃથ્વીવાસીઓ માટે કોઈ રીતે જોખમી નથી. વૈજ્ઞાનિકોએ 27મી નવેમ્બરના રોજ એસ્ટ્રેરોઇડ WR3 ની પ્રથમ વખત જાણ થઈ હતી.નાસાએ કહ્યું છે કે આ ઉલ્કાપિંડ સૌર મંડળમાં પ્રતિ કલાક 16,777 માઇલ (પ્રતિ કલાક 27,000 કિલોમીટર) ઝડપથી પસાર થશે. તે પૃથ્વી પાસેથી 40,075 કિમી ઝડપથી એટલે કે એક કલાક કરતા ઓછા સમયમાં પસાર થઈ જશે.આ ઉપરાંત આગામી 20મી ડિસેમ્બરે અન્ય એક ઉલ્કાપિંડ કે જે 216258 (2006 WH1) પણ પૃથ્વીની નજીકથી પ્રતિ કલાક 26,843 માઇલ ઝડપથી પસાર થશે, આ અવકાશી પિંડનું કદ આશરે 540 મીટર છે, જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેટલો મોટો છે. તેમ જ 26મી ડિસેમ્બરના રોજ પણ CH59 ઉલ્કા પિંડ પૃથ્વીની નજીકથી પસાર થશે.તે 26મી ડસેમ્બર,2019ના રોજ સવારે 7.54 વાગે પૃથ્વીની નજીકથી પસાર થશે. અને તે પૃથ્વીથી આશરે 0.04874 એસ્ટ્રોનોમિકલ યુનિટ (au) અંતર પર હશે. અલબત આ તમામ ઉલ્કાપિંડથી પૃથ્વી સંપૂર્ણપણે સુરક્ષિત છે.

Top