ચીનમાં ભણતા ખેડબ્રહ્માના યુવાનને હેમરેજ, વિદ્યાર્થીઓએ બ્લોગ લખી રૂ.22 લાખ ભેગા કર્યા 
aditay

phpThumb_generated_thumbnail_(8)-1362.jpeg
December 05,2019 151

ચીનમાં ભણતા ખેડબ્રહ્માના યુવાનને હેમરેજ, વિદ્યાર્થીઓએ બ્લોગ લખી રૂ.22 લાખ ભેગા કર્યા

ખેડબ્રહ્માના વતની અને ચાઇનાના નાનજિંગ શહેરમાં મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરતો યુગ રમેશભાઈ પટેલ (18) ગત 23 નવેમ્બરે હોસ્ટેલમાં તેના બે ગુજરાતી મિત્રો સાથે બેસીને વાતો કરી રહ્યો ત્યારે અચાનક ચક્કર આવતાં પડી જવાથી હેમરેજ થઇ ગયું હતું. જેને હોસ્પિટલાઈઝ કરાયો હોવાની જાણ યુગના મિત્રોએ ખેડબ્રહ્મા તેના ઘરે કરી હતી. સામાન્ય પરિવાર પર અચાનક આવી પડેલી આ આફતમાં ખેડબ્રહ્મા તેમજ આસપાસના લોકોએ પણ મદદનો હાથ લંબાવતાં ભેગી થયેલી રૂ.આઠેક લાખ જેટલી રકમ ચાઇના મોકલી અપાઇ છે. તો ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓએ પણ રૂ.22 લાખ જેટલું ફંડ એકત્ર કર્યુ હોવાનું જાણવા મળ્યું છે.ખેડબ્રહ્માની સંત શ્રી નથ્થુરામ બાપા જ્યોતિ વિદ્યાલયનો વિદ્યાર્થી યુગ પટેલ 2018માં એમબીબીએસ કરવા ચાઈના ગયો હતો. તેના પિતા રમેશભાઈ શામજીભાઇ પટેલ ખાનગી જીનમાં સુપરવાઈજર છે, જ્યારે માતા હાઉસવાઇઝ છે. યુગનો જુડવા ભાઇ યજ્ઞ હાલ નીટની તૈયારી કરે રહ્યો છે.યુગ 23 નવેમ્બરે હોસ્ટેલમાં તેના બે ગુજરાતી મિત્રો સાથે બેસીને વાતો કરતો હતો ત્યારે અચાનક ચક્કર આવતાં પડી જતાં હોસ્ટેલથી 2 કિમી દૂર ટેકોગ જિયનલિન ડ્રમ ટાવર હોસ્પિટલ લઈ જવાયો હતો અને તેના મિત્રોએ ખેડબ્રહ્મા તેના ઘરે જાણ કરી હતી. યુગને હેમરેજના સમાચાર મળતાં તેના મામાના દીકરા બંસીભાઈ દિલીપભાઇ પટેલ (શીલવાડ કંપા) 30 નવેમ્બરે ચાઈના જવા નીકળી ગયા હતા.હોસ્પિટલમાં ઇમજન્સી ટેસ્ટમાં હેમરેજ જણાયું હતું અને મગજમાં લોહી જામી ગયું હતું અને લોહી બંધ થતું ન હોઇ પિતા રમેશભાઈની મંજૂરી બાદ ઓપરેશન કરાયું હતું. પરંતુ આઇસીપી (ઇંન કેનિયલ પ્રેશર) (મેન્ટલ પ્રેસર) કંટ્રોલ ન થતાં બ્લડિંગ બે દિવસ સુધી બંધ ન થતાં બીજીવાર ઓપરેશન કરાયું હતું. હાલ તેની હાલત નાજુક હોઇ અને કિડની ઉપર અસર થતાં ડાયાલીસીસ પર રખાયો છે.ચાઇનિજ યુનિ.એ પણ ફંડ રિલિઝ કર્યુંયુગ માટે ચાઇનિજ યુનિ.એ વીમો લીધેલો હોઇ રૂ. 25 લાખ સુધી ખર્ચ કરી શકે છે. સમાજ દ્વારા યુનિ.ને વિનંતી કરતાં યુનિ.એ પણ ફંડ રિલિઝ કર્યુ છે. સામાજિક રીતે ખેડબ્રહ્મા આજુબાજુના કંપામાંથી 5થી 8 લાખની મદદ મળી છે. જ્યારે ચાઇનામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓએ બ્લોગ લખી મદદ માગતાં 2 લાખ યાન (22 લાખ રૂપિયા) જેટલું ફંડ એકત્ર થયું છે.યુગ માટે આઇસીયુમાં રોજ 10 હજાર યાન (રૂ.1.10 લાખ) ખર્ચ આવે છે, 3 લાખ યાન (33 લાખ રૂપિયા) જેટલો ખર્ચ થઈ ગયો છે અને હજુ વધી શકે છે. બીજીબાજુ, યુગના પિતા રમેશભાઈ, માતા હેમલતાબેન અને ભાઇ યજ્ઞ પાસે પાસપોર્ટ ન હોઇ તેમને ચાઈના મોકલવા સામાજિક આગેવાનોએ દિલ્હી પીએમઓમાં મદદ માગતાં ટૂંક સમયમાં જ પાસપોર્ટ તૈયાર થઈ જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Top