હેલ્મેટનો કાયદો હટ્યો એજ દિવસે ઝપટમાં આવ્યો : સ્કૂલવાહનો દેખાતા નથી ? પિતાનો આક્રોશ 
aditay

phpThumb_generated_thumbnail_(7)-1361.jpeg
December 05,2019 153

હેલ્મેટનો કાયદો હટ્યો એજ દિવસે ઝપટમાં આવ્યો : સ્કૂલવાહનો દેખાતા નથી ? પિતાનો આક્રોશ

 માંડવીમાં બુધવારે બપોરે ટોપણસર તળાવ પાસે આવેલા મહિલા બાગથી એક્ટિવા લઇને પસાર થતો એક સગીર જિલ્લા ટ્રાફિક પોલીસના હાથમાં આવી ગયો હતો. પોલીસે તેને 9 હજાર રૂપિયાનો મેમો ફટકારી દીધો હતો. સામાન્ય સ્થિતિના પરિવારને એક્ટિવાની કિંમત જેટલો જ દંડ ભરવાનો આવ્યો હતો. આ એક્ટિવાની કિંમત જ અત્યારે 10 હજારની ગણાય એમ જણાવીને સગીરના પિતાએ એવો પણ આક્રોશ ઠાલવ્યો હતો કે, સ્કૂલ વાહનોમાં ઠાંસી-ઠાંસીને લઇ જવાતા કુમળી વયના બાળકો તરફ ટ્રાફિક પોલીસનું ધ્યાન જતું નથી, છકડા અને નિયમભંગ કરતી લકઝરી બસો તરફ પણ આંખ આડા કાન કરે છે અને સામાન્ય વર્ગ પર જ ટ્રાફિક પોલીસ શૂરવીરતા બતાવે છે.માંડવીની આ ઘટના બાબતે વાત કરવા કચ્છ ભાસ્કરે ટ્રાફિક પીએસઆઇ જાડેજાને એક કરતા વધુ વાર ફોન કર્યા હતા અને જાડેજાએ બહાનાબાજીની આવી હારમાળા સર્જી હતી... હું બહાર છું, કેટલો દંડ થાય એ જોયા વિના તો કેવી રીતે કહી શકું ?, ડીએસપીએ પરિપત્ર કર્યો છે કે, પત્રકારોને માહિતી ન આપવી. હું તમને થોડી જ વારમાં-બે મિનિટમાં જ ફોન કરું ?...પછી ફોન તો ન આવ્યો, સતત નો-રિપ્લાય આવતો રહ્યો.

Top