પિચાઈ CEO બન્યાં બાદ ગુગલની રેવન્યૂ 83% અને નફો 88% વધ્યો 
phpThumb_generated_thumbnail_(6)-1360.jpeg
December 04,2019 75

પિચાઈ CEO બન્યાં બાદ ગુગલની રેવન્યૂ 83% અને નફો 88% વધ્યો

વોશિંગ્ટન,ગૂગલના સહ-સંસ્થાપકો લેરી પેજ અને સર્ગેય બ્રિનએ પેરેન્ટ કંપની આલ્ફાબેટમાંથી પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. જેથી ભારતીય મૂળના સુંદર પિચાઇ હવે ગૂગલની સાથે-સાથે આલ્ફાબેટના પણ CEO બન્યા છે. કોઇપણ ભારતીય કે ભારતીય મૂળના વ્યક્તિ માટે આ ગૌરવની વાત છે.બ્રિન અને પેજએ પોતાના રાજીનામા અંગે ગૂગલ બ્લોગ પોસ્ટમાં જણાવ્યુ હતું કે, કંપનીની સ્થાપનાને 21 વર્ષ થયા છે, જો તે કોઇ માણસ હોત તો આજે પુખ્ત વયનો હોત. હવે તેણે મૂળ છોડી આગળ વધવાનો સમય છે.સુંદર પિચાઇ ગૂગલ કંપની સાથે 2004માં જોડાયેલા હતા. સુંદરનો પહેલો પ્રોજેક્ટ પ્રોડક્ટ મેનેજમેન્ટ અને ઇનોવેશન બ્રાંચમાં હતો. તેઓનું કામ ગૂગલના સર્ચ ટૂલબારને શ્રેષ્ઠ બનાવું અને અન્ય બ્રાઉઝરના ટ્રાફિકને ગૂગલ પર લાવવાનું હતું.આ દરમિયાન તેઓએ સુચન કર્યુ કે, ગૂગલે પોતાનું બ્રાઉઝર લૉન્ચ કરવું જોઇએ. આ આઇડિયાથી તેઓ લેરી પેજની નજરમાં આવ્યા.એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના ડેવલપમેન્ટ અને 2008માં ગૂગલ ક્રોમના લૉન્ચિંગમાં તેઓની ભૂમિકા મોટી રહી. પછી તેઓ ગૂગલ ડ્રાઇવ પ્રોજેક્ટનો હિસ્સો બન્યા. માર્ચ 2013માં સુંદર એન્ડ્રોઇડ પ્રોજેક્ટ સાથે જોડાયેલા. પહેલાં આ જવાબદારી એન્ડી રૂબિનની પાસે હતી.ઉલ્લેખનીય છે કે, દુનિયાને ગુગલ ક્રોમ, ગુગલ ડ્રાઇવ અને એન્ડ્રોઇડને ગુગલ સાથે જોડવાનો શ્રેય પણ સુંદર પિચાઇને જ જાય છે.1998માં શરૂ થયેલી ગુગલ કંપનીના પહેલાં સીઈઓ લેરી પેજ હતા. તેઓએ 2001માં રાજીનામું આપ્યું. 2001થી 2011 સુધી એરિક શિમટ સીઈઓ રહ્યાં. 2011માં લેરી પેજ ફરી સીઈઓ બન્યાં. તે સમયે કંપનીનું માર્કેટ કેપ 180 અબજ ડોલરની આસપાસ હતું. રેવન્યૂ 37.9 અબજ ડોલર અને નફો 9.7 અબજ ડોલર હતું. તેઓએ 2015માં રાજીનામું આપ્યું અને સુંદર પિચાઈ સીઈઓ બન્યાં. ત્યારે ગુગલનું માર્કેટ કેપ 450 અબજ ડોલર, રેવન્યૂ 75 અબજ ડોલર અને નફો 16.3 અબજ ડોલર હતો. એટલે કે લેરી પેજ સાડા ચાર વર્ષના કાર્યકાળમાં માર્કેટ કેપ 150%, રેવન્યૂ 97% અને નફો 68% વધ્યો.કંપનીના હાલના માર્કેટ કેપ 816 અબજ ડોલર છે. એટલે કે સુંદર પિચાઈના 4 વર્ષના કાર્યકાળમાં માર્કેટ કેપમાં 82%નો વધારો થયો છે. જ્યારે કંપની 2018માં રેવન્યૂ 136.8 અબજ ડોલર અને નફો 30.7 અબજ ડોલર રહ્યો. આ હિસાબે 2015ની તુલનાએ રેવન્યૂ 83% અને નફો 88% થયો.

Top