કમલા હેરિસે કહ્યું- હું ભલે ચૂંટણી ન લડું પણ ટ્રમ્પને હરાવવા માટે હંમેશા કામ કરતી રહીશ 
phpThumb_generated_thumbnail_(5)-1359.jpeg
December 04,2019 102

કમલા હેરિસે કહ્યું- હું ભલે ચૂંટણી ન લડું પણ ટ્રમ્પને હરાવવા માટે હંમેશા કામ કરતી રહીશ

વોશિંગ્ટન, ભારતીય મૂળની ડેમોક્રેટ અમેરિકન સેનેટર કમલા હેરિસે 2020માં રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો ચે. મંગળવારે તેમણે કહ્યું કે, હું દુખ સાથે કહેવા માંગુ છું કે, મેં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો પ્લાન રદ કરી દીધો છે. ચૂંટણી લડવા માટે ઘણાં પૈસાની જરૂર હોય છે. હું અબજોપતિ નથી. કમલાએ એવું પણ કહ્યું છે કે, ભલે હું રાષ્ટ્રપતિની ચૂંટણી ન લડવાની હોઉં પણ લોકોને ન્યાય અપાવવાની લડાઈ હંમેશા લડતી રહીશ.

Top