તેલંગાણા દુષ્કર્મ અંગે જનતા આરોપીઓને પાઠ ભણાવેઃજયા બચ્ચન 
phpThumb_generated_thumbnail_(3)-1357.jpeg
December 02,2019 66

તેલંગાણા દુષ્કર્મ અંગે જનતા આરોપીઓને પાઠ ભણાવેઃજયા બચ્ચન

નવી દિલ્હી,તેલંગાણામાં મહિલા વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલે સોમવારે રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે. સમાજવાદી પાર્ટી સાંસદ જયા બચ્ચને કહ્યું કે, મને લાગે છે કે આ જ યોગ્ય સમય છે જ્યારે લોકો સરકાર પાસે એક સ્પષ્ટ જવાબની અપેક્ષા રાખે છે. અને સરકારે પણ જણાવવું જોઈએ કે નિર્ભયા અને કઠુઆ દુષ્કર્મ કેસમાં અત્યાર સુધી શું થયું? મામલામાં સુરક્ષા સાથે જોડાયેલા લોકોએ જવાબ આપવો જોઈએ. તેમણે કહ્યું કે, દુષ્કર્મના આરોપીઓનું જનતાએ લિંચિંગ કરવું જોઈએ.મહિલાઓ વિરુદ્ધ ગુના પર રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ કહ્યું કે, નવા બિલની જરૂર નથ. જરૂર તો રાજકીય ઈચ્છાશક્તિ, પ્રશાસનિક કૌશલ, માનસિકતામાં ફેરફાર કરવાની જરૂર છે.રાજ્યસભામાં જયા બચ્ચને કહ્યું કે, આવા મામલા અંગે મને યાદ નથી કે હું કેટલી વખત બોલી ચુકી છું. સરકારે હવે કાર્યવાહી કરવી જોઈએ. એક દિવસ પહેલા જ હૈદરાબાદમાં એ સ્થળે જ આ પ્રકારની ઘટના ઘટી હતી. ઘણા દેશોમાં જનતા આરોપીઓને સજા આપે છે. આરોપીઓને હવે જનતાએ જ પાઠ ભણાવવો જોઈએ.

Top