તામિલનાડુમાં ભારે વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા જાહેરથઇ 
phpThumb_generated_thumbnail_(2)-1356.jpeg
December 02,2019 97

તામિલનાડુમાં ભારે વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા જાહેરથઇ

તમિલનાડુમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે. અહીં કોયંબતુર જિલ્લામાં એક દિવાલ પડવાના કારણે 15 લોકોના મોત થયા હોવાની ઘટના પણ સામે આવી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ એક ઘર પડવાના કારણે અન્ય 3 ઘર પણ ક્ષતિગ્રસ્ત થયા છે. ઘટના પછી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, તમિલનાડુ અને પોંડિચેરીના ઘણાં જિલ્લામાં રવિવારથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાકમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં ઘણી સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

Top