રવિશંકર પ્રસાદે કહ્યું- કોંગ્રેસ સૈનિકોને હાથ બાંધીને કામ કરવા કહે છે 
download-1355.jpg
December 02,2019 99

રવિશંકર પ્રસાદે કહ્યું- કોંગ્રેસ સૈનિકોને હાથ બાંધીને કામ કરવા કહે છે

રાંચી, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસનું કામ મુશ્કેલીઓ ઉભી કરવાનું છે અને ભાજપનું કામ તેનો ઉકેલ લાવવાનું છે. રવિશંકરે ઝારખંડના સિમડેગામાં ચૂંટણી સભા સંબોધી હતી. અહીં તેમણે કહ્યું કે, ઝારખંડ એક સારુ ઉદાહરણ છે. અહીં લોકોની ભાવનાઓને સમજીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઝારખંડને અલગ રાજ્ય બનાવવામાં આવ્યું છે. ત્યારપછી કોંગ્રેસે રાજ્યને અસ્થિર કરી દીધું અને પછી શું થયુ એ બધા જાણે જ છે. અહીં એક પૂર્વ મુખ્યમંત્રી (મધુ કોડા)ને જેલ જવું પડ્યું છે.મધુ કોડા કોલસા કૌભાંડમાં દોષિત છે. હાલ તેઓ જામીન પર બહાર છે. રવિશંકરે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું છે કે, ભાજપ નેતા બૂથ સ્તરથી આગળ વધ્યા છે. બીજી પાર્ટીના નેતા સીધા ઉપરથી ઉતરીને આવ્યા હોય છે. ઝારખંડમાં ભાજપ સરકારે 5 વર્ષ ખૂબ મહેનતથી કામ કર્યું છે. આ સરકાર પર એક પણ કલંક નથી. ઝારખંડમાં એક સમયે એવા લોકોનું રાજ હતું જે લોકોને જેલ જવુ પડ્યું હતું.રવિશંકરે કહ્યું, કોંગ્રેસ સૈનિકોને હાથ બાંધીને કામ કરવા કહે છે, જ્યારે ભાજપ સરકાર એવુ નથી કરતી. અમારી સરકાર જવાનોને કહે છે કે, પોતાના તરફથી પહેલાં એક પણ ગોળી ન ચલાવો. જો પાકિસ્તાન તરફથી એક પણ ગોળી ચાલે તો સામે એટલી ગોળીઓ ચલાવો કે બીજી બાજુ ખામોશી છવાઈ જાય.કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ પર રામ જન્મભૂમિ મુદ્દાને અટકાવી રાખ્યો હોવાનો આરોપ છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર અયોધ્યામાં રામ મંદિર મુદ્દો ઉકેલ લાવ્યા છે. હવે અહીં રામ મંદિર બનાવાવમાં આવશે. સમય બદલાઈ ગયો છે. ડબલ એન્જિન સરકાર (રાજ્ય અને કેન્દ્ર) મળી ને જ દેશ અને રાજ્યનો વિકાસ કરી શકે છે.

 

Top