ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ તપાસ બંધારણીય પ્રક્રિયાનું ઉલ્લંઘનઃ વ્હાઈટ હાઉસ 
aditay

phpThumb_generated_thumbnail_(1)-1354.jpeg
December 02,2019 238

ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ તપાસ બંધારણીય પ્રક્રિયાનું ઉલ્લંઘનઃ વ્હાઈટ હાઉસ

વોશિંગ્ટન,અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિરુદ્ધ ચાલી રહેલા મહાભિયોગની સુનાવણીમાં સામેલ નહીં થાય. વ્હાઈટ હાઉસના વકીલે સંસદના નીચલા ગૃહ(હાઉસ ઓફ રિપ્રેજેન્ટેટિવ્સ)માં ન્યાયિક કમિટીના અધ્યક્ષ જેરોલ્ડ નૈડલરને પત્ર લખીને કહ્યું કે, અમે સુનાવણીમાં સામેલ નહીં થઈ શકીએ, કારણ કે અત્યારે પણ ઘણા સાક્ષીઓનું નામ સામે આવવાનું બાકી છે. આ ઉપરાંત અમને એવો વિશ્વાસ નથી કે ન્યાયિક કમિટી રાષ્ટ્રપતિ માટે વધારે સુનાવણી દ્વારા નિષ્પક્ષ પ્રક્રિયા અપનાવશે. એટલા માટે અમે બુધવારે સુનાવણીમાં સામેલ નહીં થઈએ.ટ્રમ્પનો આરોપ છે કે તેમણે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડાઈમર જેલેંસ્કી પર ડેમોક્રેટ નેતા જો બિડેન અને તેમના દિકરા હન્ટરના વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલે તપાસ કરાવવા માટે દબાણ બનાવ્યું હતું. એક વ્હિસલબ્લોઅરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જો કે, ટ્રમ્પ કહી ચુક્યા છે કે તેઓ જેલેંસ્કી સાથે ફોન કોલમાં થયેલી વાતચીતની વિગત આપવા માટે તૈયાર છે.હાઉસ ઓફ રિપ્રેજેન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ 24 સપ્ટેમ્બરે ટ્રમ્પ પર મહાભિયોગની તપાસ કરાવવા માટે કહ્યું હતું. ગત બે મહિનાથી ચાલી રહી સુનાવણીમાં ટ્રમ્પ એક પણ વખત સામેલ થયા ન હતા. નૈડલરે ગત વખતની સુનાવણીમાં કહ્યું હતું કે, ટ્રમ્પે તેમનો બચાવ કરવાનો પુરો અધિકાર છે. તેમણે જાણવાનો હક છે કે તેમના વિરુદ્ધ આરોપ લગાવનારા કયા સાક્ષ્ય રજુ કરી રહ્યા છે. એટલા માટે રાષ્ટ્રપતિએ જણાવવું પડશે કે તેઓ સુનાવણીમાં પોતે હાજર રહેશે કે પછી તેમના વકીલને મોકલશે.હાઉસ ઓફ રિપ્રેજેન્ટેટિવ્સની જ્યૂડિશિયરી કમિટિ હવે બુધવારે બેઠક કરશે. જેમાં નિર્ણય લેવાશે કે અત્યાર સુધી સાક્ષીઓ દ્વારા જે પુરાવાઓ રજુ કરાયા છે, તે ટ્રમ્પ વિરુદ્ધ છેતરપિંડી, ઘુસણખોરી અને અન્ય ગુનાઓની શ્રેણીમાં આવે છે કે નહીં. આ આધારે ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહીની દિશા નક્કી કરાશે.વ્હાઈટ હાઉસના વકીલે પૈટ સિપોલોનએ ઓક્ટોબરમાં પેલોસી, હાઉસ ઈન્ટેલિજેન્સ કમિટીના ચેરમેન એડમ શિફ, ઓવરસાઈટ એન્ડ રિફોર્મ કમિટિના પ્રમુખ એલિજા કમિંગ્સ અને ફોરેન અફેર્સ કમિટીના ચેરમેન ઈલિયટ એન્ગેલને પત્ર લખ્યો. તેમણે કહ્યું કે, ‘આપ સૌ સન્માનિત પદ પર છો. જે પ્રકારે મહાભિયોગની તપાસ ચાલી રહી છે, તેમાં મૂળ અધિકારો અને બંધારણીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે’

Top