રાહુલ બજાજે કહ્યું- લોકો સરકારની ટીકા કરતા ડરે છે, ગૃહ પ્રધાને કહ્યું- સુધારો કરશું 
aditay

88-1352.jpg
December 01,2019 134

રાહુલ બજાજે કહ્યું- લોકો સરકારની ટીકા કરતા ડરે છે, ગૃહ પ્રધાને કહ્યું- સુધારો કરશું

નવી દિલ્હીઃ ગૃહ પ્રધાન અમિત શાહ, રેલવે પ્રધાન પિયુષ ગોયલ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે એક કાર્યક્રમમાં ઉદ્યોગપતિના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. ત્રણેય પ્રધાનોએ પ્રજ્ઞા ઠાકુરથી લઈ આર્થિક સ્થિતિ તથા કાશ્મીર મુદ્દા અંગે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રાહુલ બજાજે કર્યું હું કે દેશમાં ડરનો માહોલ છે. UPA-2 શાસનમાં અમે સરકારની ખુલ્લીને ટીકા કરી શકતા હતા. વર્તમાન સમયમાં તમે સારું કામ કરી રહ્યા છો, તેમ છતાં જો અમે ટીકા કરશું તો અમને ખબર નથી કે તમે તેની પ્રશંસા કરશો કે નહીં. આ અંગે શાહે કહ્યું હતું કે જો આમ હોય તો અમારે સ્થિતિ સુધારવા માટે પ્રયાસ કરવો પડશે.


બજાજે કહ્યું હતું કે અમારા ઉદ્યોગપતિ મિત્રોમાં કોઈ નહીં કહે પરંતુ આપણે એક વાતાવરણ તૈયાર કરવું પડશે. હું કોઈ બાબતને લઈ ખોટો હોઈ શકું છું. મારે કદાંચ કેટલીક બાબત કહેવી જોઈએ નહીં. આ અંગે શાહે કહ્યું હતું કે આ ફક્ત હવા ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મોદી સરકારની વિરુદ્ધ સૌથી વધારે લખવામાં આવ્યું છે.આમ છતાં એવું વાતાવરણ બની રહ્યું છે તો અમે તેને સુધારવાનો પ્રયાસ કરશું. તમારે કોઈને ડરવાની જરૂર નથી. અમે એવું કંઈ કર્યું નથી કે કોઈ કંઈ કહે તો સરકારને ચિંતા થાય. અમારી સરકાર પારદર્શક રીતે ચાલી રહી છે. અમને કોઈ જ વિરોધનો ડર નથી. કોઈ આમ કરશે તો તેના મેરિટને જોઈને અમે સુધારો કરવાનો પ્રયત્ન કરશું.શાહે જ્યારે પ્રજ્ઞા ઠાકુરનું નાથુરામ ગોડસે પર આપવામાં આવેલ નિવેદન અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે સરકાર કે ભાજપ પ્રજ્ઞાના નિવેદનનું સમર્થન કરતી નથી. અમે તેની ટીકા કરી છે. ભાજપે પ્રજ્ઞા ઠાકુરને સમગ્ર સત્ર માટે સંસદીય દળની બેઠકમાંથી બહિષ્કાર કર્યો છે. આ ઉપરાંત તેને રક્ષા બાબતની સમિતિમાંથી પણ દૂર કરવામાં આવ્યા છે.જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 દૂર કર્યા બાદની સ્થિતિ અંગે શાહે કહ્યું હતું કે હું ગૃહ પ્રધાન તરીકે ઉદ્યોગપતિઓને અપિલ કરું છું કે તેઓ કાશ્મીર જાય અને ત્યાંની સ્થિતિનો તાગ મેળવે. શાહે કહ્યું જ્યાં સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવાની વાત છે તો તે સંપૂર્ણપણે કાયદા અને વ્યવસ્થાને લગતી બાબત છે. આ અંગે સ્થાનિક પ્રશાસને નિર્ણય લેવાનો છે. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં અત્યાર સુધીમાં ફક્ત 630 લોકો જ જેલમાં છે. આ પૈકી 112 રાજકીય વ્યક્તિ જેલમાં છે.

Top