અમેરિકાના સાઉથ ડકોટામાં વિમાન ક્રેશ, 9 લોકોના મોત 
aditay

52-1351.jpg
December 01,2019 95

અમેરિકાના સાઉથ ડકોટામાં વિમાન ક્રેશ, 9 લોકોના મોત

 ચેમ્બરલેન: અમેરિકાના સાઉથ ડકોટામાં શનિવારે રાત્રે વિમાન દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાનમાં 12 લોકો સવાર હતા. ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વિમાને ચેમ્બરલેનથી ઉડાન ભરી હતી. તમામ યાત્રી ઈડાહો સ્થિત ઈડાહો ફોલ્સ જઇ રહ્યા હતા. ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડના અધિકારી પીટર નડસને જણાવ્યું હતું કે, ચેમ્બરલેન અને સેન્ટ્રલ સાઉથ ડકોટામાં બરફના તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.નડસને જણાવ્યું હતું કે, એનટીએસબી વિમાન દુર્ઘટનાની તપાસ કરશે. પરંતુ ખરાબ હવામાનને કારણે ઘટનાસ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. વિમાન ચેમ્બરલેનથી એક કિમી દૂસ સિયોક્સ ફોલ્સ પાસે ક્રેશ થયું હતું. પ્રાથમિક રિપોર્ટ બે અઠવાડિયામાં સામે આવી જશે પરંતુ ફાઈનલ રિપોર્ટ આવતા એક બે વર્ષ લાગશે બ્રૂલ કાઉન્ટીના એટર્ની થેરેસા મૌલ રોસોવે જણાવ્યું હતું કે, મૃતકોમાં બે બાળક અને પાઈલટ સામેલ છે. ત્રણેય ઈજાગ્રસ્તોને સિયોક્સ ફોલ્સ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ અંગે કંઇ પણ કહી શકાય નહીં.

Top