DPS કેસમાં ટ્રસ્ટી મંજૂલા શ્રોફ, હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપાલ સામે FIR 
aditay

0000-1348.jpg
November 30,2019 149

DPS કેસમાં ટ્રસ્ટી મંજૂલા શ્રોફ, હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપાલ સામે FIR

અમદાવાદ: હાથીજણ સ્થિત DPS (દિલ્હી પબ્લિક સ્કૂલ)ની મંજૂરી માટે સેન્ટ્રલ બોર્ડ સમક્ષ ગુજરાત સરકારનું ખોટું NOC રજૂ કરવાના મુદ્દે આખરે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવાની તાજવીજ હાથ ધરવામાં આવી છે. શુક્રવારે મોડી રાત્રે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગના અધિકારીઓએ સાંજથી પોલીસ સ્ટેશન હતા અને રાતે ૧૦ વાગ્યા સુધી ખરેખર કયા પ્રકારની પોલીસ ફરિયાદ કરવાની છે તે નક્કી કરી શક્યા નહોતા. મોડી રાતે શિક્ષણ સચિવના જણાવ્યા પ્રમાણે કુલ ત્રણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ રહી છે. ડીપીએસના ટ્રસ્ટી પૂજા મંજુલા શ્રોફ, હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટીઓને રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા બાદ શુક્રવારે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો. DEO ઓફિસના અધિકારીઓ હાથીજણના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન સાંજે ચાર વાગ્યે પહોંચી ગયા હતા પરંતુ રાતે ૧૦ વાગ્યા સુધી પોલીસ ફરિયાદ દાખલ થઇ શકી નહોતી. પોલીસ સ્ટેશન ગયેલા મોટાભાગના અધિકારીઓના ફોન પણ બંધ જણાતા હતા. જેમના ફોન ચાલુ હતા તેમણે મોડી રાત સુધી ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી. આખરે શિક્ષણ સચિવના કહેવા પ્રમાણે DPS સ્કૂલના પ્રકરણમાં કુલ ત્રણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ રહી છે. જેમાં બે ટ્રસ્ટી અને સ્કૂલના એક પૂર્વ પ્રિન્સિપાલનો સમાવેશ થાય છે. બે ટ્રસ્ટીમાં મંજૂલા પૂજા શ્રોફ ઉપરાંત હિતેન વસંત સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તાજવીજ હાથ ધરવામાં આવી છે. ૨૦૦૯માં જ્યારે ગુજરાત સરકારે આ સ્કૂલને NOC આપવા ઇનકાર કર્યો ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલ હતા તે અનિતા દૂઆ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે.રાજ્ય સરકારે ડીપીએસને 2010 તેમજ 2012માં એનઓસી આપી નહતી તેમ છતા સ્કૂલે બારોબાર ખોટી એનઓસી રજૂ કરી દીધી હતી. અમદાવાદ ડીઈએ રાકેશ વ્યાસે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડીપીએસ સ્કૂલના તત્કાલીન પ્રિન્સિપાલ અનિતા દુઆએ શિક્ષણ વિભાગના નામે સીબીએસઈમાં ખોટી એનઓસી રજૂ કરી હતી. આ એનઓસી રજૂ કરતા 2010માં એક દરખાસ્તમાં ટ્રસ્ટી હિતેન વસંતે જ્યારે 2012માં બીજી દરખાસ્તમાં મંજૂલા પૂજા શ્રોફે સાઈન કરી હતી. સ્કૂલની જમીન સંસ્થાની માલિકીની ન હોવાથી તેમજ તે બિનખેતીમાં પણ ફેરવાઈ ન હોવાથી સરકારે એનઓસી આપી ન હતી.

Top