મહારાષ્ટ્ર: નદીમાં પિકઅપ વાન ખાબકતા સાતના મોત 
jip-1347.jpg
November 30,2019 91

મહારાષ્ટ્ર: નદીમાં પિકઅપ વાન ખાબકતા સાતના મોત

ધુલે : મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક દર્દનાક દુર્ઘટનામાં સાત લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 24 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે શિરુર તાલુકામાં વિન્ચર ગામની પાસે એક પિકઅપ વાન બોરી નદીમાં ખાબકી હતી. આ વાનમાં સાત લોકો સવાર હતા જે તમામ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટના રાત્રે લગભગ બેથી ત્રણ વાગ્યા દરમિયાન ઘટી હતી. આ અકસ્માતમાં અનેક લોકોને ઈજા પહોંચી હોવાની જાણકારી મળી છે.તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધુલે જિલ્લાની નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અકસ્માત વખતે પિકઅપ વાન પૂર ઝડપે આવી હતી. એવામાં ડ્રાઈવરે વાન પરનું પોતાનું સંતુલન ગુમાવી દેતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. મૃતકોના નામ અને પરિવાર વિશે હજી સુધી કોઈ માહિતી નથી મળી શકી. આ તમામ સાત મૃતકો મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના ખેતરોમાં મજૂરી કરવા માટે જઈ રહ્યા હતાં અને તેમનો પરિવાર પણ તેમની સાથે હતો. મૃતકોમાં મહિલાઓઅને બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં મોતને ભેટેલા તમામ મૃતકો મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના રહેવાસી છે. દુર્ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસ અને રાહત બાવની એક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. 

Top