મહારાષ્ટ્રની જેમ ગોવામાં પણ ચમત્કાર થશે : સંજય રાવત 
666-1345.jpg
November 29,2019 66

મહારાષ્ટ્રની જેમ ગોવામાં પણ ચમત્કાર થશે : સંજય રાવત

મુંબઈ: મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવ્યા બાદ હવે શિવસેના ભાજપને વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. શિવસેનાની નજર હવે ભાજપ શાસિત ગોવા પર છે. શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાવતે જણાવ્યું છે કે, ગોવામાં એક નવું રાજકીય સમીકરણ આકાર લઇ રહ્યું છે અને વહેલી તકે મહારાષ્ટ્રની જેમ ગોવામાં પણ ચમત્કાર થશે.મીડિયા સાથે વાત કરતા સંજય રાવતે જણાવ્યું હતું કે, ગોવા ફોરવર્ડ પાર્ટીના અધ્યક્ષ અને રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી વિજય સરદેસાઇ તેમના ત્રણ ધારાસભ્યોની સાથે શિવસેનાની સાથે ગઠબંધન કરવા જઇ રહ્યા છે. મહારાષ્ટ્રની જેમ ગોવામાં એક નવો રાજકીય મોરચો આકાર લઈ રહ્યો છે. વહેલી તકે ગોવામાં તમને ચમત્કાર જોવા મળશે. સંજય રાવતે વધુમાં જણાવ્યું હતું કે, આ ચમત્કાર સમગ્ર દેશમાં જોવા મળશે. મહારાષ્ટ્ર બાદ હવે ગોવાનો વારો છે. અમે દેશભરમાં બિન-ભાજપ રાજકીય મોરચો બનાવવા માગીએ છીએ. ગુરુવારે ઉદ્ધવ ઠાકરેએ મુંબઈના શિવાજી પાર્ક ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.

Top