દાહોદ : સંજેલી નજીક તરકડામાં એક જ પરિવારના છની લાશ મળતા ચકચાર 
hhh-1344.jpg
November 29,2019 120

દાહોદ : સંજેલી નજીક તરકડામાં એક જ પરિવારના છની લાશ મળતા ચકચાર

દાહોદ: દાહોદ જિલ્લામાં સંજેલી નજીક તરકડા મહુડી ખાતે એક જ પરિવારના છ સભ્યોની લાશ મળતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ સામૂહિક હત્યાની આશંકા સેવાઈ રહી છે. તરખંડામાં એક જ પરિવારના છ વ્યક્તિઓની ગળા કપાયેલી હાલતમાં લાશ મળતા ગામમાં હો હા મચી ગઈ હતી.દાહોદના એસપી હિતેશ જોયસરના જણાવ્યા મુજબ તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું મનાઈ રહ્યું છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના ચાર સંતાનો હોવાની સંભાવના છે. જો કે પોલીસ તેમની ઓળખ કરી રહી છે. ગળા કપાયેલી હાલતમાં લાશો મળતા પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે.

સંજેલીના અંતરિયાળ ગામ તરકડા મહુડીમાં સંભવિત હત્યા કરાઈ છે તે પરિવાર આદિવાસી હોવાનું જણાયું છે તેમજ મજૂરી કામ કરતો હતો. પોલીસના મતે પાંચ મૃતદેહ ગામમાં રહેલા કાચા મકાનમાંથી મળી આવ્યા છે જ્યારે એક મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે. પોલીસ હત્યાની આશંકાની દિશામાં તપાસ કરીને વધુ વિગતો મેળવવા પ્રયાસ કરી રહી છે.

Top