DPS સ્કૂલ સત્તાવાળાઓ સામે કડક પગલા લેવા તથા માન્યતા રદ કરવા માગ 
phpThumb_generated_thumbnail_(3)-1342.jpeg
November 29,2019 38

DPS સ્કૂલ સત્તાવાળાઓ સામે કડક પગલા લેવા તથા માન્યતા રદ કરવા માગ

અમદાવાદ, હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમને કેલોરેક્સ ફાઉન્ડેશન વતી ડીપીએસને રૂ.1ના ટોકન ભાડે આશ્રમ માટે જમીન આપતા કલેક્ટરે તે જમીન શ્રી સરકાર કરવા નોટિસ ફટકારી છે. કેલોરેક્સ ફાઉન્ડેશનને આપેલી નોટિસમાં જમીનનો હેતુફેર થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે અને 7 દિવસમાં જમીનના તમામ દસ્તાવેજો રજૂ કરી 42 હજાર ચો.મી. જમીનને ખાલસા કેમ ન કરવી તેનો ખુલાસો માગવામાં આવ્યો છે.
બીજી તરફ ડીપીએસ સ્કૂલે સીબીએસઈ બોર્ડની માન્યતા માટે રાજ્ય સરકારના દસ્તાવેજો ખોટા રજૂ કર્યા હોવાનું શિક્ષણ વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું. જેને પગલે શિક્ષણ સચિવ વિનોદ રાવે ડીપીએસ સ્કૂલના જવાબદારો સામે ડીઈઓને છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધવા માટે તાકીદ કરી છે. શુક્રવારે ડીપીએસ સ્કૂલના જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે.જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ કહ્યું કે, જમીન ખોટી રીતે લીઝ કરાઇ છે. જમીનમાં શરત ભંગ થઇ હોવાથી જમીન સરકાર હસ્તક લેવા માટે કાર્યવાહી હાથધરી છે. જેના ભાગરૂપે મામલતદાર કૃષિપંચે શ્રી સરકાર માટે નોટિસ ઇશ્યૂ કરી છે. આગામી સપ્તાહ સુધીમાં જમીનના પુરાવા સાથે આશ્રમ દ્વારા ખુલાસો રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ફાસ્ટ્રેકમાં સુનાવણી હાથધરાશે. અંદાજે એક મહિના સુધી સુનાવણી ચાલશે.નિત્યાનંદ આશ્રમમાંથી વધુ 4 બાળકો મામલે થયેલી હેબિયસ કોર્પસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે આશ્રમની ભૂમિકા સામે નારાજગી દર્શાવી છે. કોર્ટે વાલીઓ સામે ખફા થઇ હતી અને આશ્રમના વાલીઓને આકરી ટકોર કરી હતી કે, નિત્યાનંદ આશ્રમના ટ્રસ્ટી કે મેનેજિંગ ટ્રસ્ટી કોણ છે? તેની તમને ખબર નથી? તમે કેવા મા-બાપ છો? હાઈકોર્ટના આ વલણ સામે અંતે 4 વાલીઓએ કરેલી હેબિયસ કોર્પસ પાછી ખેંચી લીધી હતી.હાઈકોર્ટે નોંધ્યું હતું કે, પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે તમે પોલીસ તપાસમે ગેરમાર્ગે દોરી રહ્યા છો, પરંતુ યાદ રાખજો આ કેસની તપાસ ચાલુ જ રહેશે. આ રીતે પોલીસ તપાસ સામે આક્ષેપ કરીને આશ્રમવાળા પોલીસ તપાસ અટકાવવા માગે છે.હાઈકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, બે યુવતીઓ આશ્રમમાંથી વિદેશ જતી રહી હતી. આ પછી વધુ 4 બાળકો ગુમ થતા અમને લાગ્યું હતું કે બાબત ઘણી ગંભીર છે અને વાલીઓ આશ્રમની વિરુદ્ધ છે પરતું વાલીઓ પોલીસ તપાસની વિરુદ્ધ હોવાની દલીલો કરી રહ્યા છે. તમને તમારા બાળકોની ચિંતા કરતા પોલીસ તપાસની વધુ ચિંતા છે. બુધવારે કરેલા આદેશનો મતલબ એ નથી કે હાઇકોર્ટે પોલીસ તપાસ રોકવા કોઇ આદેશ કર્યો છે. પોલીસ તપાસ તો ચાલુ જ રહેશે. પોલીસ દ્વારા બાળકોનું મોનિટરિંગ કરાઇ રહ્યું છે. હાઇકોર્ટે કડક વલણ અપનાવતા વાલીઓએ અરજી પાછી ખેંચી હતી.હાથીજણ ડીપીએેસ સ્કૂલ-સત્તાવાળાઓ સામે કડક પગલા ભરવાની માંગ સાથે એનઅસયુઆઈના કાર્યકરોએ ગુરૂવારે સાંજે ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારે હોબાળો-સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

Top