ગૌતબાયા રાજપક્ષે વડાપ્રધાન મોદીના આમંત્રણ પર ત્રણ દિવસીય પ્રવાસ પર ભારત આવ્યા 
phpThumb_generated_thumbnail_(2)-1341.jpeg
November 29,2019 84

ગૌતબાયા રાજપક્ષે વડાપ્રધાન મોદીના આમંત્રણ પર ત્રણ દિવસીય પ્રવાસ પર ભારત આવ્યા

નવી દિલ્હી, શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ગૌતબાયા રાજપક્ષે ત્રણ દિવસીય ભારતના પ્રવાસે છે. તેઓ શુક્રવારે હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ દરમિયાન બન્ને નેતા એકબીજાના સહયોગ અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગે જોર આપશે. તમિલ સમુદાય, હિન્દ મહાસાગરની સ્થિતી સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ પહેલા ગૌતબાયાએ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી છે. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ગૌતબાયાની આ પહેલી વિદેશ યાત્રા છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, વડાપ્રધાન મોદીના આમંત્રણ પર શ્રીલંકાના રાષ્ટ્રપતિની મુલાકાત, આનાથી બંન્ને દેશોના સંબંધોને વેગ મળશે. ગૌતબાયાના કાર્યભાર સંભાળ્યા બાદ ગત સપ્તાહે વિદેશ મંત્રી એસ જયશંકર તેમને મળનારા પહેલા વિદેશી નેતા હતા. આ મહિનામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગૌતબાયાએ જીત હાંસિલ કરી હતી. તેમણે 18 સપ્ટેમ્બરે શપથ ગ્રહણ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ તેમને જીતની શુભેચ્છા પાઠવી હતી અને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.ગૌતબાયાની યાત્રાના વિરોધમાં મરુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ(MDMK)ના નેતા વાઈકોએ ગુરુવારે દિલ્હીમાં સમર્થકો સાથે પ્રદર્શન કર્યું. ત્યાર બાદ પોલીસે પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લઈને પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.મળતી માહિતી પ્રમાણે ગૌતબાયા ચીનના સમર્થક છે. જો કે, તેમને ગત દિવસોમાં કહ્યું હતું કે, ચીનને હમ્બનટોટા પોર્ટને 99 વર્ષના લીઝ પર આપવું એ પૂર્વ સરકારની ભૂલ હતી. આ કરાર અંગે ફરીથી ચર્ચા ચાલી રહી છે.

Top