નવલખીગ્રાઉન્ડમાં ૧૪વર્ષની સગીરા પર ૨ નરાધમે સામુહિક બળાત્કાર આચર્યો 
images_(2)-1340.jpg
November 29,2019 119

નવલખીગ્રાઉન્ડમાં ૧૪વર્ષની સગીરા પર ૨ નરાધમે સામુહિક બળાત્કાર આચર્યો

વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં 2 નરાધમો 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. આ અંગે રાવપુરા પોલીસે પીડિતાના વર્ણનના આધારે બંને શખ્સોના સ્કેચ જાહેર કર્યાં છે. અને આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં ગત રાત્રે 14 વર્ષની સગીરા એક યુવક સાથે ફરવા માટે ગઇ હતી. તે દરમિયાન બે અજાણ્યા ઇસમો ત્યાં પહોંચી ગયા હતા અને સગીરા સાથે બેઠેલા યુવાનને માર્યો હતો. જેથી યુવાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જેથી સગીરા ત્યાં એકલી રહી ગઇ હતી. જેથી બંને શખ્સો સગીરાને અંધારામાં લઇ ગયા હતા. અને મોઢુ દબાવીને વારાફરથી બળાત્કાર ગુજાર્યો હતો. અને યુવતીને માર માર્યો હતો. યુવતીના ગુપ્ત ભાગે ઇજાઓ પહોંચાડી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.દુષ્કર્મની ઘટના અંગે રાવપુરા પી.આઇ. જે.એફ.ચૌધરી તપાસ કરી રહ્યા છે. સગીરાને મેડિકલ તપાસ માટે હાલ સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ છે.પીડિતાએ આપેલા વર્ણન પ્રમાણે એક આરોપી વાકળીયા વાળવાળો હતો. તેને ચેક્સવાળુ શર્ટ પહેર્યું હતું અને સિગારેટ/બીડી પીતો હતો. તે પીધેલો ન હતો, પણ ખુબ જ એરોગન્ટ હતો. તેની પાસે જાડી લાકડી હતી. જ્યારે બીજો આરોપી દાઢીવાળો હતો. તેને બ્લુ કોલર વાળી લાઇટ રેડ-પિંક જેવી બે બટનવાળી ટી-શર્ટ પહેરી હતી. પીધેલો હોય તેવી સ્મેલ આવતી હતી. તેની પાસે એક પાતળી લાકડી હતી. બંને આરોપીઓએ 5થી 10 મીનીટ સુધી નવલખી ગ્રાઉન્ડ પર જ મોબાઇલ વાપર્યો હતો.

Top