ભુજની 27 વર્ષિય પરિણીતાએ ગળે ફાંસોખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો 
CRIME-1258.jpg
November 04,2019 403

ભુજની 27 વર્ષિય પરિણીતાએ ગળે ફાંસોખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો

ભુજ : ભુજમાં કલેક્ટર કચેરી સામે આવેલી દ્વિધામેશ્વર કોલોનીમાં રહેતી 27 વર્ષિય રીઝવાના સિકંદર સમેજા નામની પરિણીતાએ ગત રાત્રે સિલીંગ ફેન સાથે દુપટ્ટાનો ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. રાત્રે નવ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ઘટના અંગે જાણ થતાં માંડવીના મોટા લાયજામાં રહેતો રીઝવાનાનો ભાઈ રફીક અલીમામદ નોંધરાણી જી.કે. જનરલ હોસ્પિટલ દોડી આવ્યો હતો.


મોડીરાત્રે રફીકે રીઝવાનાના પતિ સિકંદર અબ્દુલ સમેજા અને સાસુ શકીના સામે પોતાની બહેનને માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરી હોવાની ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પતિ-સાસુના ત્રાસથી જ પોતાની બહેને આપઘાત કરવા મજબૂર થવું પડ્યું હોવાનું રફીકે ફરિયાદમાં જણાવ્યું છે.રફીકની ફરિયાદના આધારે પોલીસે પતિ-સાસુ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Top