મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણ અંગે ઓવૈસીએ કહ્યું, બજારમાં 50-50 નવા બિસ્કિટ આવ્યા છે 
55-1254.jpeg
November 03,2019 127

મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણ અંગે ઓવૈસીએ કહ્યું, બજારમાં 50-50 નવા બિસ્કિટ આવ્યા છે

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર બનાવવાની ખેંચતાણ ચાલી રહી છે. ભાજપ પાંચ વર્ષ માટે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા મક્કમ છે જ્યારે શિવસેના 50-50 ફોર્મ્યૂલા પર અડગ છે. આ વચ્ચે એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે ભાજપ અને શિવસેના પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, બજારમાં નવા 50-50 બિસ્કિટ આવ્યા છે.અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, આ 50-50 શું છે, બજારમાં નવા બિસ્કિટ આવ્યા છે? 50-50 કેટલું કરશો? થોડું મહારાષ્ટ્રની પ્રજા માટે પણ બચાવીને રાખો. તેમને (ભાજપ અને શિવસેનાને) સતારામાં વરસાદને કારણે થયેલા નુકસાન અંગે કોઇ ચિંતા નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું નથી જાણતો કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અથવા અન્ય કોઇ મુખ્યમંત્રી બનશે. અહીંયા પણ સંગીત ખુરશીની રમત ચાલી રહી છે. એક વાત સ્પષ્ટ છે કે એઆઇએમઆઇએમ સરકાર બનાવવા માટે ભાજપ અથવા શિવસેનાનું સમર્થન નહીં કરે.

Top