અમે 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી તરફ કૂચ કરી રહ્યા છીએ : વડાપ્રધાન મોદી 
2222-1253.jpg
November 03,2019 117

અમે 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી તરફ કૂચ કરી રહ્યા છીએ : વડાપ્રધાન મોદી

 બેંગકોક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિત્ય બિરલા ગ્રૂપના વૈશ્વિક વેપારમાં 50 વર્ષ પૂર્ણ થયા હોવાના નિમિત્તે આયોજીત એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, અત્યારે ભારતમાં આવવાનો શ્રેષ્ઠ સમય છે. દેશમાં અનેક વસ્તુઓ સારી થઇ છે. ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઇઝ ઓફ લિવિંગ, એફડીઆઇ, ફોરેસ્ટ કવર, પેટન્ટ અને ઉત્પાદકતામાં વધારો થયો છે. ત્યાંજ ટેક્સના દરમાં અને ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે.વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત હાલ 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા માટે અગ્રેસર છે. 2014માં જ્યારે મારી સરકારે કાર્યભાર સંભાળ્યો ત્યારે ભારતનો જીડીપી બે ટ્રિલિયન યુએસ ડોલર હતો. પાંચ વર્ષમાં અમે લગભગ 3 ટ્રિલિયન સુધી પહોંચી ગયા છે. હું ખાતરી આપું છું કે 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થાનું સ્વપ્ન પણ વહેલી તકે પૂર્ણ થશે.વડાપ્રધાન મોદી શનિવારે ત્રણ દિવસીય યાત્રા પર થાઇલેન્ડ પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, થાઇલેન્ડના વડાપ્રધાન પ્રયુત ચાન-ઓ-ચાએ આસિયાન સમિટમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું હતું. મોદી ઇસ્ટ એશિયા અને ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી (આરસીઇપી) સમિટમાં પણ ભાગ લેશે. આ વડાપ્રધાન મોદીની સાતમી આસિયાન-ઇન્ડિયા સમિટ અને છઠ્ઠી ઇસ્ટ એશિયા સમિટ હશે.

Top