મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર તેમની જાસૂસીનો આરોપ લગાવ્યો 
1-1252.jpeg
November 03,2019 69

મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર તેમની જાસૂસીનો આરોપ લગાવ્યો

 કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે દાવો કર્યો છે કે તેમનો ફોન ટેપ કરવામાં આવ્યો હતો અને તેમના પાસે આ આરોપ સાબિત કરવા પુરતા પુરાવા પણ છે. ઇઝરાયેલની કંપની સ્પાયવેરની મદદથી વોટ્સએપ યુઝર્સની જાસૂસી મુદ્દે વિપક્ષ સતત સરકાર પર પ્રહાર કરી રહ્યું છે.

મમતા બેરનજીએ રાજ્ય સચિવાલયમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારો ફોન ટેપ કરવામાં આવ્યો હતો, આ વાતની મને જાણ છે. મારી પાસે પુરાવા પણ છે. પત્રકારોએ તેમને સવાલ કર્યો હતો કે શું તેઓ કેન્દ્ર સરકાર સામે આ મુદ્દે સવાલ ઉભા કરશે? તો તેમણે જણાવ્યું હતું કે, ત્યાં સવાલ ઉભા કરવા માટે છે શું ? સરકારને તમામ વાતની ખબર છે. સરકારે તો આ બધુ કરાવ્યું છે.કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર દ્વારા ઇઝરાયેલી પેગસસ સ્પાયવેરના માધ્યમથી સામાજીક કાર્યકર્તા, પત્રકારો અને નેતાઓની જાસૂસી કરવામાં આવી હતી. આ ગતિવિધિઓ ગેરકાયદેસર અને ગેરબંધારણીય જ નહીં પરંતુ શરમજનક પણ છે. અગાઉ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ પણ ભારતીય વોટ્સએપ યુઝર્સની જાસૂસી માટે કેન્દ્ર સરકારને જવાબદારણ ગણાવી હતી. સોનિયા ગાંધીના આક્ષેપ પર ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, સરકારે પહેલેથી જ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષે સ્પષ્ટ કરવું જોઇએ કે યુપીએ સરકાર દરમિયાન 10 જનપથમાં કોણે પ્રણવ મુખર્જી અને તે સમયના સેના પ્રમુખ વીકે સિંહની જાસૂસીના આદેશ આપ્યા હતા.

Top