આગામી પેટાચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન નહીં કરીએ : એચડી કુમારસ્વામી 
h-d-kumaraswamy-1251.jpg
November 02,2019 105

આગામી પેટાચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન નહીં કરીએ : એચડી કુમારસ્વામી

નવી દિલ્હી : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળ (સેક્યૂલર)ના નેતા એચડી કુમારસ્વામીએ સ્પષ્ટ પણે જણાવી દીધું છે કે તેમની પાર્ટી આગામી પેટા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીની સાથે ગઠબંધન નહીં કરે અને સ્વતંત્ર રીતે જ ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કર્યું હતું, પરંતુ બાદમાં ઘણા દિવસો સુધી ચાલેલા રાજકીય નાટક બાદ આ સરકાર પડી ભાંગી હતી અને ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી હતી.

નોંધનીય છે કે પેટાચૂંટણી નજીક આ‌વતા જ કર્ણાટકમાં રાજકીય સોગઠાબાજીએ વેગ પકડ્યો છે. આ અગાઉ કુમારસ્વામીએ ભાજપને સમર્થન આપવાની વાત કરી હતી. 29 ઓક્ટોબરના રોજ તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં ભાજપની સરકાર પડી ભાંગે તેમ નથી. જો જરૂર પડશે તો તેમની પાર્ટી ભાજપ સરકારને પોતાનું સમર્થન પણ આપી શકે તેમ છે.

Top