વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસ માટે બેંગકોક પહોંચ્યા, ભારતીય સમુદાયને સંબોધશે 
thailand-1248.jpg
November 02,2019 113

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસ માટે બેંગકોક પહોંચ્યા, ભારતીય સમુદાયને સંબોધશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પોતાના ત્રણ દિવસના પ્રવાસ માટે બેંગકોક પહોંચ્યા હતા. બેંગકોકના વડાપ્રધાનના આમંત્રણ પર મોદી ત્રણ મહત્વપૂર્ણ સમ્મેલનમાં ભાગ લેશે. 2-4 નવેમ્બર સુધીના કાર્યક્રમમાં પીએણ મોદી 16માં આસિયાન-ભારત શિખર સમ્મેલનમાં પણ ભાગ લેશે. આ ઉપરાંત મોદી સરકારની લુક ઈસ્ટ નીતિ અંતર્ગત પૂર્વ એશિયા શઇખર સમ્મેલનમાં પણ ભાગ લેશે. એશિયન દેશોના પ્રાદેશિક સહયોગ વધારવા પર ભાર આપવા માટે આરસીઈપી સમ્મેલનમાં પણ મોદી સામેલ થશે. ત્રણ દિવસના સમ્મેલનમાં પીએમ મોદી વિવિધ દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.

આરસીઈપી (રિજનલ કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ)નો ઉદ્દેશ મુક્ત વ્યાપાર સમજૂતીને પ્રોત્સાહિત કરવાનો છે. RCEP 16 દેશો વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતિ છે જેનો ઉદ્દેશ સભ્ય દેશો વચ્ચે વ્યાપાર સહયોગને વધારવાનો છે. સમજૂતિ દ્વારા આ દેશો વચ્ચે થનારા વ્યાપારને સરળ બનાવી શકાશે. આ દેશો વચ્ચે પરસ્પર વ્યાપારમાં ટેક્સમાં ઘટાડો તેમજ અન્ય રીતે આર્થિક છૂટ અપાશે. આ 16 દેશોમાં 10 આસિયાન સમૂહના દેશ છે.

દરમિયાન વાડપ્રધાન મોદી થાઈલેન્ડમાં ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે અને તેમને સંબોધિત રકશે. પીએમ મોદીએ પ્રવાસ અગાઉ જ આ અંગેની માહિતી ટ્વિટર પર આપી હતી. ભારતીય સમય મુજબ સાંજે છ કલાકે તેઓ થાઈલેન્ડમાં રહેતા ભારતીયોને સંબોધશે. પીએમે જણાવ્યું હતું કે થાઈલેન્ડના વિકાસમાં ભારતીય સમુદાયના લોકોનું મહત્વનું યોગદાન છે.

Top