સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આ મહિને કાશ્મીર મામલે ચર્ચા નહીં કરે : UN 
unsc-1247.jpg
November 02,2019 94

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આ મહિને કાશ્મીર મામલે ચર્ચા નહીં કરે : UN

જીનીવા : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આ મહિને કાશ્મીર મામલે ચર્ચા નહીં કરે. સંયુક્ત રાષ્ટ્રમાં બ્રિટનના સ્થાયી પ્રતિનિધિ અને સુરક્ષા પરિષદના અધ્યક્ષ કેરન પીયર્સે આ જાણકારી આપી છે. પીયર્સે જણાવ્યું છે કે, વિશ્વમાં હાલ અનેક મુશ્કેલીઓ ચાલી રહી છે. સીરિયાના એક પત્રકારે સવાલ કર્યો હતો કે, શું બ્રિટનના પરિષદની અધ્યક્ષતા દરમિયાન કાશ્મીર પર કોઇ બેઠક અથવા ચર્ચા થઇ શકે છે ? પીયર્સે જણાવ્યું હતું કે, વિશ્વમાં હાલ અનેક મુશ્કેલીઓ ચાલી રહી છે અને દરેક મહિને અધ્યક્ષ તેમાંથી કેટલાક મુદ્દાઓને પસંદ કરે છે જે સુરક્ષા પરિષદમાં શિડ્યુઅલ કરવામાં આવ્યા ના હોય.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે કાશ્મીરનો મુદ્દો પસંદ કર્યો નથી કેમકે સુરક્ષા પરિષદમાં હાલ આ મામલે ચર્ચા થઇ હતી અને સુરક્ષા પરિષદના અન્ય સભ્યએ પણ અમને બેઠક નિર્ધારિત કરવા જણાવ્યું નથી. પાકિસ્તાન અને ચીન દ્વારા કાશ્મીર પર બેઠક બોલાવવાની માગણી બાદ સુરક્ષા પરિષદે ઓગસ્ટમાં ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 377 નાબૂદ કરવા મામલે બંધ બારણે ચર્ચા ચર્ચા કરી હતી.

Top