કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

ચંચલ ન્યુઝ માં તમાર સ્વાગત છે
દેશ

વર્ષ ૨૦૨૨ સુધીમાં ક્રુડ આયાતમાં ૧૦૦ ટકા ઘટાડો કરવાના પ્રયાસો બાયોફયુલ રીફાઇનરીઓમાં રોકાણ કરવા કંપનીઓને આકર્ષાશે

સ્મિથ રડી પડ્યો, કહ્યું- જિંદગીભર ભૂલનો અફસોસ રહેશે

સ્મિથ રડી પડ્યો, કહ્યું- જિંદગીભર ભૂલનો અફસોસ રહેશે

સ્મિથે કહ્યું કે, હું મારી ભૂલ માટે કોઈ પણ સજા ભોગવવા તૈયાર છું

અંતરિક્ષમાં ભારતનું વધુ એક ડગ, GSAT-6A સેટેલાઈટ લોન્ચ

અંતરિક્ષમાં ભારતનું વધુ એક ડગ, GSAT-6A સેટેલાઈટ લોન્ચ

આ સેટેલાઈટ 10 વર્ષ કામ કરશે. જેને જીયોસિંક્રોન્સ લોન્ચ વ્હીકલ (GSLV F-08)થી મોકલવામાં આવશે.

ગુજરાતમાં 29થી 31 માર્ચે બેન્કો ચાલુ રહેશે, 5 દિવસ રજાના ન્યૂઝ ખોટા

ગુજરાતમાં 29થી 31 માર્ચે બેન્કો ચાલુ રહેશે, 5 દિવસ રજાના ન્યૂઝ ખોટા

અમદાવાદઃ માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં રજાઓના કારણે સોશ્યલ મીડિયામાં એવા અહેવાલો સરક્યુલેટ થઇ રહ્યા છે કે 29 માર્ચથી તારીખથી બીજી એપ્રિલ એટલે કે ગુરુવારથી સોમવાર સુધી એમ સળંગ પાંચ દિવસ સુધી બેન્કો બંધ રહેવાની છે તેથી બેન્કિંગને લગતા જે કામકાજ હોય તે વહેલી તકે નિપટાવી લેવા. પરંતુ આ વાતો તદ્દન ખોટી છે એવું ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશનના જનરલ સેક્રેટરી ડી થોમસ ફ્રાંકો રાજેન્દ્ર દેવે કહ્યું છે. તેમણે કહ્યું કે સોશ્યલ મીડિયા પર બેન્કો સળંગ 5 દિવસ બંધ રહેશે તે મેસેજ ખોટો છે. ગુરુવારે મહાવીર જયંતી અને શુક્રવારે ગુડફ્રાઇડેના દિવસે જ કેટલાક રાજ્યોમાં બેન્કો બંધ રહેશે જ્યારે કેટલાક રાજ્યોમાં બેન્કો ચાલુ રહેશે. કેટલાક રાજ્યોમાં માત્ર 30 માર્ચે જ બેન્કો બંધ રહેશે. વળી, 31 માર્ચે પાંચમો શનિવાર છે તેથી બેન્કોમાં કામકાજ ચાલુ રહેશે. બેન્કો માત્ર બીજા અને ચોથા શનિવારે જ બંધ રહે છે. ગુજરાતમાં ગુરુવાથી શનિવાર બેન્કો ચાલુ રહેશે ગુજરાતની વાત કરીએ ગુરુવારે મહાવીર જયંતી અને શુક્રવારે ગુડફ્રાઇડેની જાહેર રજા હોવા છતાં બેન્કો ચાલુ રહેવાની છે. બેન્કો માટેના ઓલ ઇન્ડિયા હોલિડે લિસ્ટ અનુસાર ગુજરાતમાં આ દિવસોએ બેન્કોમાં કામકાજ ચાલુ રહેવાનું છે. ફક્ત સોમવારે 2 એપ્રિલે ઇયર ક્લોઝિંગ નિમિત્તે રજા હોઇ શકે છે, જે હજુ સુધી ફાઇનલ થયું નથી. 29 અને 30 માર્ચના રોજ આ રાજ્યોમાં રહેશે બેન્કો બંધ ગુરુવાર અને શુક્રવારે દિલ્હી, ચંદીગઢ. છતિસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તામિલનાડુ જેવા રાજ્યોમાં બેન્કોમાં બંધ રહેવાની છે. કેટલાક રાજ્યોમાં માત્ર 30 માર્ચે જ રજા છે, 29 માર્ચે બેન્કો ચાલુ છે.Talk show

Your Voice

Got any important information / news? Fill in the form below :