અમારા વિષે

છ કરોડની વરતી ધરાવતા ગુજરાતનો સરહદી જીલ્લો એટલે કચ્છ, આજનું કરછ અને વર્ષો જુના કચ્છ વરસે જમીન આસમાનનું અંતર છે.વિશાળ સમુદ્રતટ, અવિકસીત વિરતાર, સતત દુષ્કાળમાં રહેતો પ્રદેશ એટલે કચ્છ જીલ્લો.જ્યાં વ્યાપાર, લઘુ ઉધોગ અને જીવન જીવવું પણ મુશ્કેલ હોય તે સમયે વર્તમાનપત્રનું પ્રકાશન એ તો બેધારી તલવાર ઉપર ચાલવા જેવું કપરુ ગણાય.એવો વિપરીત સમય કે જ્યાં વિકાસની તરસ હતી અને વાહનવ્યવહાર, વિજળીની પુરતી સવલતો પણ ઉપલબ્ધ ન હતી તે સમયે જ સમગ્ર કચ્છની અખબારી આલમને કચ્છી માડુના ખમીરનો અસલ પરચો જયેન્દ્ર મનહસ્લાલ ઉપાધ્યાય નામની વ્યક્તીએ કરાવ્યો. ૩૦ જુન ૧૯૮રના રોજ ભુજ ખાતેથી તેમણે ચંચળ દૈનિકપત્ર શરું કર્યું. ખાસ કરીને ત્યારે કચ્છ જીલ્લામાં એકપણ સાંધ્ય દૈનિક પ્રસિધ્ધ થતું ન હતું તેવા સમયે કચ્છ જેવા પ્રદેશમાં ટાંચા સાધનો વચ્ચે તેમણે ચંચળ દૈનિકને એટલી હદે લોકપ્રીય બનાવ્યુ કે લોકો એક કચ્છમાં તો કહેવત માંડી કે સવારે ચા અને સાંજે ચંચળ.

સાંજના અખબારો વિશાળ કચ્છ જીલ્લામાં છેવાડા સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડે તે સ્વાભાવીક છે. ભુજમાં છપાતું સાંધ્ય અખબાર રાપર કે અબડાસા પહોંચે ત્યાં સુધી તો ગામડાની પ્રજા વાળું કરી લે તેવા સમયે ચંચળ દેનિકને સતત સંઘર્ષ કરવો પડ્યો. આ દરમ્યાન કચ્છની જનતાએ બિનરાજકીય વિચારધારા, નિષ્પક્ષ અભિગમઅને નિડર પત્રકારત્વનો અનુભવ ચંચળદેનિકના માલીક જયેન્દ્ર ઉપાધ્યાયમાં નિહાળ્યો. લોકોના પ્રશ્નોની વાચા આપવા માટે તેમની જીંદાદીલી અને અપ્રિતમસાહસને લોકોએ ખુબ જ સરાહના કરી. ચંચળ લોકપ્રિયતાની ટોચે પહોંચ્યુ. ત્યારે જ ૨૦૦૧ના ધરતીકંપએ ફરી ચંચળ દૈનિકને પ્રગતીને અવરોધ ઉભો કયો. ભુકંપ પહેલા ટાંચા સાધનોથી શરુ થયેલું કચ્છનું સૌ પ્રથમસાંધ્ય દૈનિક ચંચળ સોથી વધુ વંચાતું દેનિક બન્યુ ત્યારે ટાંચા સાધનોથી શરુ થયેલા આ અખબારના પ્રગતીપથ પર ધરતીકંપે અવરોધ ઉભો કર્યા.

ભુકંપ સમયે બે દાયકાનો અખબારી ક્ષેત્રનો અનુભવ અને લોકહીતના કાર્યો કરવાની ભાવના તથા સ્થાનિક પ્રાણપ્રશ્નોને પરીણામલક્ષી વાચા આપવાની ક્ષમતાને કારણે કચ્છ જીલ્લાના લોકોએ ચંચળ દૈનિકના મોભી જયેન્દ્રભાઇ ઉપાધ્યાયને કચ્છને સવારના દૈનિકની જરુરીયાત હોવાનું જણાવ્યુ અને ભુકંપને અસર કહો કે અવસર કહો, ભુકંપ બાદ લોકોના પ્રાણપ્રશ્નોની વાચા આપવા માટે ઘર પરીવારની ચિંતા ન કરીને ચંચળ દૈનિકની તમામટીમતાત્કાલીક પ્રકાશન શરુ કરવામાં લાગી ગઇ. અને કચ્છની ધરતી પરથી ભુકંપ બાદ સોપ્રથમસવારના દૈનિકના શ્રીગણેશ થયા. ત્યારથી આજ દિન સુધી ચંચળ દેનિકે પાછા વળીને જોયું નથી. ભુકંપ પહેલાનું ચંચળ દેનિક આજે ચંચળ ગ્રુપ ઓફ ન્યુઝ પેપર્સ બન્સુ છે. કચ્છના પ્રશ્નોની ગાંધીનગર વાચા આપવા માટે ગાંધીનગરથી પણ ચંચળદેનિકની આવૃતી શરું કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છના સૌપ્રથમહિન્દી અખબાર તરીકે પણ ચંચળ દેનિકે સફળતા મેળવી છે. આજની તારીખે પણ સરહદી કચ્છજીલ્લાના પ્રશ્નો રાષ્ટ્રભાયામાં દિલ્ફી સુધી વાસા આપવામાં ચંચળ હિન્દી અખબાર એક ઉપયોગી માધ્યમસાબીત થયું છે. આ ઉપરાંત દરઅઠવાડીયે વિવિધ સભર લેખો સાથે લોકોની વાંચન ભુખ સંતોષવા માટે ભુજ સમાચાર સાસાહીક પણ ચંચળગુપનું અભિન્ન અંગ બન્યુ છે. ભુકંપ બાદ ચંચળ અખબારની સાથે સાલે ટેલીવિઝન ચેનલોની લોકપ્રીયતા જોતા વર્ષ ૨૦૦૩માં ભુજ ખાતે ચંચળ ટીવી ન્યુઝ ચેનલની શરુઆત થઇ જે આજની તારીખે પણ કચ્છ જીલ્લામાં નંબર એક છે.આધુનિક ટેકનોલોજી સાથે એચડી પ્રસારણ સાથે ચંચળન્યુઝ ચેનલ હવે કચ્છ ઉપરાંત વિદેશમાં નેરોબી ખાતે પણ નિયમીત પ્રસારીત થાય છે. આ ઉપરાંત ચંચળન્યુઝના વિડીયો ન્યુઝ માટે ચંચળ દૈનિકની વેબસાઇટ ઉપરાંત સોશ્યલ મીડીયા ફેસબુક , યુટયુબ પર પણ દાણા દર્શકો નિયમીત ચંચળ ન્યુઝ નિહાળી રહ્યા છે.જે ચંચળ ટીવી ન્યુઝ ચેનલની સફળતાના સાક્ષી છે. અત્યારે જમાનો શોશ્યલ મીડીયાનો છે અને લોકો મોબાઇલમાં પોતાની દરેક મુશ્કેલીનો કે મનોરંજનનો ઉપાય શોધે છે ત્યારે ચંચળન્યુઝએ કચ્છ જીલ્લામાં એન્ડ્રોઇડ એપ્લીકેશન પણ તૈયાર કરી છે જેના દ્વારા ગુગલ પ્લે સ્ટોર પરથી એપ્લીકેશન ડાઉનલોડ કરીને આપ ચંચળ દૈનિકના અહેવાલો નિહાળી શકશો. ચંચળ ન્યુઝની વેબ્રએડીશન પણ ખુબ લોકપ્રિયતા મેળવેલ છે.ત્યારે એમકહી શકાય કે આધુનિક ટેકનોલોજીને અનુરુપ તમામક્ષેત્ર અને તમામમાધ્યમમાં ચંચળગુપ ઓફ ન્યુઝ પેપ્સના અખબારો , ટીવી ન્યુઝયેનલ અને શોશ્યલ મીડીયાના ઉપયોગ વડે વિવિધ એપ્લીકેશન અને વેબએડીશન દ્વારા સંસળગુપના રવપ્રદ્રષ્ટા જયેન્દ્ર મનહરલાલ ઉપાધ્યાયની આગેવાની હેઠળ ચંચળ દૈનિક હવે સંચળ ઝુપ ઓફ ન્સુઝપેપર્સ બન્સુ છે. અને કચ્છના સૌથી મોટું અખબારી જુથ તરીકે સ્થાપીત થયું છે.

Top