ભારતમાં કોરોનાના કારણે બે કરોડ બાળકીઓનુ શિક્ષણ ખતરામાં

કોરોના વાયરસ સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ ગંભીર અસર પાડી શકે છે.ખાસ કરીને બાળકીઓનો અભ્યાસ તેના કારણે ખતરામાં છે.

રાઈટ ટૂ એજ્યુકેશન ફોરમના સેન્ટર ફોર બજેટ એન્ડ પોલિસી સ્ટડીઝ દ્વારા દેશના પાંચ રાજ્યોમાં ગર્લ્સ એજ્યુકેશન ઉપર સ્ટડી કરવામાં આવ્યો હતો અને તેના તારણો ડરાવે તેવા છે.આ સ્ટડીમાં સામે આવ્યુ છે કે, કોરોનાના કારણે દેશની બે કરોડ બાળકીઓનુ સ્કૂલ શિક્ષણ ખતરામાં આવી શકે છે.