Featured Video Play Icon
GANDHINAGAR NEWS

સ્કુલ ફી લો છો તો તમે શેની રાહત માંગો છો – સ્કુલ સંચાલકોને મુખ્યમંત્રીનો સણસણતો જવાબ

વર્ષે સ્કુલો શરુ થઈ નથી ત્યારે સ્કુલોએ ફી ઉઘરાવવાની શરુ કરી છે. એકબાજુ સ્કુલ સંચાલકોએ બીજા વેપાર-ધંધાની જેમ તેમને રાહત મળે એવી માંગ કરી છે તો બીજી બાજુ વાલીઓ આ વર્ષે ફીમાં રાહતની માંગ કરી રહ્યા છે.આજે મુખ્યમંત્રીએ રાહત માંગતા સ્કુલ સંચાલકોને સણસણતો જવાબ આપ્યો છે. આજે સીસીસી-2 બિલ્ડીંગના ઉદઘાટન પ્રસંગે પત્રકાર પરીષદમાં સ્કુલ સંચાલકોની રાહતની માંગને લઈને મુખ્યમંત્રીએ ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે શાળાના સંચાલકો રાહતની માંગણી કરે છે પણ ગયા વર્ષે સ્કુલોએ 75ટકા જેટલી ફી વસુલી છે. જો તેમને કોઈ આવક ન થઈ હોત તો તેમને રાહત આપવા બાબતે વિચારી શકાય. ગયા વર્ષે ઓનલાઈન શિક્ષણ ચાલુ જ હતુ અને શાળા સંચાલકોને આવક થઈ છે અને સ્કુલ સંચાલકોએ 75ટકા ફી વસુલી છે ત્યારે રાહતની કોઈ વાત રહેતી નથી.

 

 

(Visited 1 times, 1 visits today)