SHORT LATEST NEWS

પેટ્રોલ ડીઝલની વધતી કિંમતો સામે 11મી જૂને રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન કરશે કોંગ્રેસ

પેટ્રોલ ડીઝલની વધતી કિંમતો સામે 11મી જૂને રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન કરશે કોંગ્રેસ

મુંબઈમાં પેટ્રોલ 102 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયું છે, સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસ બાદ આજે ફરીથી ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલના ભાવ માં 25 પૈસા પ્રતિ લીટર તો ડીઝલના ભાવમાં પણ 25 પૈસા પ્રતિ લીટરનો ભાવવધારો ઝીંકાયો છે.

સોમવારે પેટ્રોલના ભાવ 24-28 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 26-28 પૈસા પ્રતિ લીટર વધી ગયો હતો. મે મહિનાથી ઇંધણની કિંમતો સમયાંતરે વધી રહી છે. છેલ્લા 21 દિવસમાં જ પેટ્રોલ 4.99 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે. બીજી તરફ, ડીઝલના ભાવ 5.44 રૂપિયા પ્રતિ લીટર વધી ગયા છે.

જેને પગલે કોંગ્રેસે આંદોલનની જાહેરાત કરી છે

(Visited 1 times, 1 visits today)