National News

કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો નવા 86,498 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં 2123 દર્દીઓએ કોરોનાથી દમ તોડ્યો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 86,498 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,89,96,473 થયો છે. એક દિવસમાં 1,82,282 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં 2,73,41,462 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. નવા કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ હવે ધીરે ધીરે ઘટી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2123 દર્દીઓએ કોરોનાથી દમ તોડ્યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 3,51,309 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 23,61,98,726 ડોઝ આપવામાં આવ્યા છે.

(Visited 1 times, 1 visits today)