National News

પેટ્રોલ-ડીઝલ જૂન મહિનામાં ચોથી વાર ભાવવધારો ઝીંકાયો

સોમવારે પણ સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દીધો છે.  દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ  28 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ  27 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. નોંધનીય છે કે, રવિવારે પેટ્રોલનો ભાવ 27 પૈસા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 29 પૈસા પ્રતિ લીટર વધ્યો હતો.

પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

(Visited 1 times, 1 visits today)