National News

નવો કોરોના વાયરસ માત્ર 7 જ દિવસમાં દર્દીનું વજન ઘટાડવા લાગે છે

કોરોના વાયરસ માત્ર 7 જ દિવસમાં દર્દીનું વજન ઘટાડવા લાગે છે. વાયરસનો આ વેરિએન્ટ સૌથી પહેલા બ્રાઝિલમાંથી મળી આવ્યો હતો પરંતુ ત્યાંથી માત્ર એક જ વેરિએન્ટ ભારત આવ્યો હોવાની પૃષ્ટિ થઈ હતી. ત્યારે હવે વૈજ્ઞાનિકોએ કરેલી સ્પષ્ટતા પ્રમાણે બ્રાઝિલથી 1 નહીં પણ 2 વેરિએન્ટ ભારતમાં આવ્યા હતા અને આ બીજો વેરિએન્ટ B.1.1.28.2 ખૂબ જ તેજ છે.

આ વેરિએન્ટ ખૂબ જ ઝડપથી શરીરનું વજન ઘટાડી શકે છે અને ડેલ્ટાની જેમ તે પણ વધુ ગંભીર અને એન્ટીબોડી ક્ષમતા ઘટાડી શકે છે.

B.1.1.28.2 વેરિએન્ટ બહારથી આવેલા 2 લોકોમાંથી મળી આવ્યો હતો. હજુ સુધી ભારતમાં તેના વધુ કેસ નથી નોંધાયા. જ્યારે ડેલ્ટા વેરિએન્ટના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. તે એન્ટીબોડીનું સ્તર ઘટાડે છે જેથી ફરી સંક્રમિત થવાની આશંકા વધી જાય છે માટે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે.

(Visited 1 times, 1 visits today)